ગુન્હો કરનાર ગુનેગાર છે . તો તેમને છાવરનાર પણ ગુનેહગાર છે. તે કોઈ જાતિ , ધર્મ, જ્ઞાતિ , સમાજ, ગરીબ, અમીર ,કાળો ,ધોળો નથી . ગુન્હેગાર એ સમાજની અંદર રહેલ અસામાજિક તત્વ છે. આપણે માનવતા ભૂલ્યા છીએ. હજી પણ ઉચ્ચ નિચ્ચ ના ભેદભાવ જે ને બાબાસાહેબ મનોરોગ કહેતા તેમાંથી મુક્ત નહિ થયા . ગાંધીજીએ તો અસ્પૃશ્યતાને હિન્દૂ ધર્મનું કલંક કહ્યું હતું . હજી જ્યાં ગોલાણા નો ગોઝારો હત્યાકાંડ ભૂલીએ ત્યાં તો વરી થાનગઢ, ઉના, ઉત્તર પ્રદેશમાં થયેલ હાથરસકાંડ અને સાંપ્રત સમયમાં રાજસ્થાનના જાલોરમાં થયેલ એક વિદ્યાર્થીના મોત બાબતે સત્ય બહાર લાવવાની જગ્યાએ ગુનેગારોને બચાવવાના અને તે નિર્દોષ છે તેવા પ્રયત્નો કરવામાં આવે છે . સત્ય મેવ જયતે વાળા સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધે આપેલ માનવતાવાદી વ્યવસ્થામાં હજી આ ઉચ્ચ જ્ઞાતિઓ ની કેટલી નિમ્ન માનસિકતા જોવા મળી રહી છે. ખરા અર્થમાં આવા કાંડો કરનાર માનવના રૂપમાં આજના દાનવો છે . શિક્ષણ આપનાર શિક્ષક આવી વિકૃતિ રાખતો હોય તો અભણની તો વાત જ શી કરવી ...ખરા અર્થમાં હજી શિક્ષણ પ્રાપ્ત કરવાનું બાકી છે. સાચું શિક્ષણ જ દિશા અને દશા બદલી શકે ........અને ઉમાશંકર જોશી ની પંક્તિ રજૂ કરી મારી વાત મૂકું છું
'માનવી માનવ થાય તો ઘણું '