ઈશ્વર સુધી પહોંચવાના અનેક જુદા જુદા રસ્તાઓ છે. ને કોઈ પણ માર્ગ ખોટો નથી. જેને જે માર્ગ પસંદ કરવો હોય એ પસંદ કરે . કોઈ ઈશ્વર ને ના માને પણ માનવતા માં માને એ પણ એક ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ જ છે. હા , એ માર્ગ તમારી પોતાની પસંદગી નો હોવો જરૂરી છે. તમારા ને ઈશ્વર વચ્ચે ના સબંધ માં કોઈ ત્રીજી વ્યક્તિ પછી એ બાબા, બાપુ , ગુરુ , મુનિ કોઈને આવવા ના દો . આ કળિયુગ છે એટલે સાચા ગુરુ મળવા ખુબ જ અઘરી વાત છે. જીવ ને ઈશ ના સબંધ માં ત્રીજી વ્યક્તિ ની જરૂર શું ? તમે જેમ તમારા રસ્તા માં આગળ વધશો એમ ઈશ્વર તમને માર્ગદર્શન કરશે.