તમને જે ઈશ્વર ગમે , એનું જે સ્વરૂપ ગમે એ સ્વરૂપે ઈશ્વર ને ભજો ને એ પણ તમારી પોતાની ગમતી રીતે ભજો . ઉપરવાળા કહો કે અંતર્યામી કહો એને કોઈ વિશિષ્ટ નિયમો કોઈ એની ભક્તિ કે ઉપાસના માટે બનાવ્યા નથી. તમે એની ભક્તિ ના કરો ને નાસ્તિક બનો એનો પણ એને વાંધો નથી. એ તમને ક્યાં કશું કહેવા આવે છે ?
ભક્તિ એ બહુ જ મોટી વાત છે . ગીતા માં સ્વયંમ કૃષ્ણે કહ્યું છે ભક્તિ દરેક ને મળતી નથી . અનેક જન્મો ના અંતે છેવટે લાયક જીવ ભક્તિ પામે છે
સચ્ચિદાનંદ સ્વામી સમાજ માં સેવા ના કાર્ય કરતા હોય એટલે એ આદર્શ બની ગયા ? એ સ્વામી એ મિડ ડે પેપર ની કોલમ માં લખ્યું હતું એમના મુંબઈ ના ગુજરાતી યજમાન બંગાળી ને વધુ પગાર આપતા ઉંચ હોદ્દા સામે વાંધો લઈને ગુજરાતી ની કેમ એ જગા પર નોકરી પર રાખતા નથી એવો પ્રશ્ન કરેલો. એ યજમાને સમજાવેલું ગુજરાતી લોકો પગાર ના હિસાબે નિષ્ઠા , પ્રામાણિકતા થી કામ કરતા નથી. આ દેશપ્રેમી સ્વામી પ્રાંતવાદ માં માને છે . જેને પોતે ભક્તિ શું ? એ ખબર ના હોય એ બીજા ને ભક્તિ વિષે સમજાવે છે. દરેક જીવ ભિન્ન છે , દરેક ના કર્મો અલગ છે ને દરેક ની રીત અલગ છે.
હા, એ સાચું ગોકુલ કૃષ્ણ નાની ઉંમરે છોડ્યું . રાધા પરણેલી ને મોટી ઉમર ની સ્ત્રી હતી. રાધા ને કૃષ્ણ નો જે સબંધ છે એ જીવ ને ઈશ વચ્ચે નો પ્રેમ સબંધ છે. કવિઓ, લેખકો વગોવી કાઢેલો પ્રેમ સબંધ નથી. દરેક કૃષ્ણ ના સાચા ભક્તો આ વાત જાણે છે . બાકી ઈશ્વર ના નામે પૈસા કમાનારા ને રાજ કરનારા લોકો ની વાત જ જુદી છે.
આ નવું ઇન્ડિયા છે . જેમાં કૃષ્ણ ના બાળ રૂપ ને ખોટું કહી ને ફકત ગીતા ના કૃષ્ણ ને સાચા ઠરાવા નો પ્રયાસ છે .
એ જ રીતે જેમ ગુજરાત ના ગોધરા ના વિધાન સભ્ય જેને બિલકિસ બાનુ ના ગુનેહગારો ને છોડી દેવા માટે કહ્યું એ બ્રાહ્મણ છે એટલે સારા સંસ્કારી છે. રેપિસ્ટ , ખૂનીઓ ફકત બ્રાહ્મણ હોવા થી સંસ્કારી બની જાય છે . આ નવું મોદી ઇન્ડિયા છે.
અમે બ્રાહ્મણ એટલું જાણીએ જે બ્રહ્મ ને જાણે એ બ્રાહ્મણ પછી કોઈ પણ જાતિ કે ધર્મ માં વ્યક્તિ જન્મી હોય .