સાતમ આઠમ તો અમારી હતી,
એય ને બીજ ત્રીજ થી જ લોટ ના મોટા મોટા દેણા મુકાઈ જાય,
આજુબાજુ વાળા ના વેલણ, પાટલા, ઉધાર માં લેવાઈ જાય,
એમાંય પાછું ગાંઠિયા નું પિત્તળ વાળો સંચો તો ગામ માં કોક પૈસાદાર ના ઘરે જ હોય, એનું પહેલા થી બુકિંગ કરાવ્યું હોય,
નાના નાના ટાબરિયા નું કામ તો બસ એની માં ( એ સમયે મમ્મી નો તી.) કે બહેન કે ભાભી જે વણી વણી ને આપે એ ખાટલા પર સાઙીપાથરી એના પર દોડતા દોડતા સૂકવવા જવાનું,
વરસાદ હોય તો ચૂલા માટે સૂકું બળતણ ક્યાંક જૂના ઓરડા માં રાખી દેવું,
જેવું પણ હતું, પણ
આજની 1000 રૂપિયા વાળી કાજુ કતરી મા એ મીઠાસ નથી જે એ સમય ની લાડવા માં હતી,
આજના મેથી ના કે ચાટ મસાલા વાળા ખાખરા માં એ મજા નથી જે એ સમય ની ખારી મીઠી પૂરી માં હતી,...
આજ કાલ ના ટાબરિયા શું જાણે સાહેબ,
ત્યારે પૈસા ના હતા પણ મજા ખૂબ હતી,
આજ પૈસા ખૂબ છે પણ મજા જ નથી..😢