તિરંગો - આપણું ગૌરવ ,આપણા દેશની આન-બાન - શાન , જેને જોઈને આપણી છાતી ગજગજ ફૂલે. આજે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે હર ઘર પર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે આંખો ઠારે તેવું દ્રશ્ય છે, જેને જોઈને હૃદયમાં શૌર્યની સરવાણી ફૂટે. માં ભારતી નો પરચમ આજે દુનિયા પર લહેરાઈ રહ્યો છે ભારત વિશ્વગુરુ બની દુનિયાના નકશા પર નવા આયામ સર કરી રહ્યું છે. તો આવો મિત્રો આપણે આપણા તિરંગા નું માન સચવાઈ રહે , તેનું ગૌરવ વધે તેવા પ્રયત્નો કરીએ...
-Dt. Alka Thakkar