એક ઝાડ એકલું ઊભું હતું...
બધા ખરી ગયેલા પર્ણ સાથે....
તો પણ એ હસતું હતું...
ખુશીથી જીવતું હતું...
ક્યાંક કુંપળ અડકેલી છે...
એના અસ્તિત્વ સાથે...
એને ફરી ઉઠાડવા...
એને જીતાડવા.....
પાનખર સામે....
અહો!કેવી ખુમારી...
વહી ગયેલી ક્ષણ ને ભૂલી...
વર્તમાનને માણવાની...
એક કુંપળ ના સથવારે...
..
-Tru...