Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેવાયત પંડિત નુ જન્મ સ્થળ જૂનાગઢ જિલ્લા નું વંથલી ગામ અને સમાધી સ્થળ અરવવલ્લી જિલ્લા નાં મોડાસા ની બાજુ માં બાંજકોટ ગામ માં આવેલ છે

દેવાયત પંડિત ની ઘણી આગમવાણી છે એમાં નું એક ભજન.👇👇

દેવાયત પંડિત દા’ડા દાખવે સુણી લ્યો દેવલ દે, સતી નાર
આપણા ગુરૂએ આગમ ભાખિયા, જુઠ્ઠા નઈ રે લગાર લખ્યા રે ભાખ્યા સોઈ દિન આવશે.

(આ ભજન માં તે તેમની પત્ની ને કહે છે કે આપણા ગુરૂએ ભક્તિ દ્વારા જે ભવિષ્યવાણી કરી છે તે સાચી છે. તેને કોઈ ન બદલી શકે)

ધરતી માથે હેમર હાલશે, સુના નગર મોજાર
લક્ષ્મી લૂંટશે લોકો તણી, નહીં એની રાવ ફરિયાદ.

(અત્યારે આપણે જોઈએ છીએ કે બે પાડોશી દેશો વચ્ચે જમીન, પાણી કે કોઈ પણ કારણ થી ઝગડો થઈ જાય છે. અને યુદ્ધ થાય જેમાં ઘણી બધી સ્ત્રી વિધવા બાળકો અનાથ થઈ જાય છે અને ધન સંપત્તિ લૂંટવામાં આવે છે)

ખોટા પુસ્તક ને ખોટા પાનીયા, ખોટા કાજીના કુરાન
અસલજાદી ચુડો પહેરશે, એવા આગમના એંધાણ.

( રામાયણ, મહાભારત, ગીતા, કુરાન, બાઇબલ જેવા કોઈ પુસ્તકની કિંમત રહેશે નહીં. )

પોરો આવ્યો સંતો પાપનો, ધરતી માગે છે ભોગ
કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ.

(સંતો અને મહાત્માઓ પાપ નો સહારો લેશે તેઓ તપસ્વી માંથી ભોગી બની જશે. તેમનું મન અપવિત્ર થઈ જશે અને કેટલાક લોકો રોગથી મરશે)

પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહિ હોય જાણે નીર

ઓતર દિશાથી સાયબો આવશે, મુખે હશે હનમો વીર.

(પવન ફૂંકાશે અને વાવાઝોડું આવશે, પાણી ખૂટી પડશે અને ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને આવશે અને તેમના રથના મુખ પર હનુમાનજી બિરાજમાન રહશે.)

Gujarati Motivational by મહેશ ઠાકર : 111825006
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now