કોણે આપ્યું ‘નારાયણી’નું લેબલ?
કોણે કરી અવહેલના ‘અબળા’ કહી?
કરી શરૂઆત અવગણનાની મનુએ,
કહી ‘મનુસ્મૃતિ’માં,
“ढोल गवाँर सूद्र पसु नारी। सकल ताड़ना के अधिकारी॥”
છીનવી લીધો માણસ હોવાનો અધિકાર!
કરી હડધૂત,
કર્યાં બળાત્કાર
ને
માનસિક શારિરીક અત્યાચાર!
તો વળી,
કહી ક્યારેક ‘અન્નપૂર્ણા’ કોઈએ,
કહી ‘દેવી’!
ક્યારેક આપ્યું શ્રેષ્ઠ સ્થાન માતને!
ન જોઈએ હવે કોઈ લેબલ પુરુષ થકી મળેલ!
નથી સહેવી હવે કોઈ અવહેલના
કે
ના
અવગણના કોઈ!
જોઈએ મારે મારી ઓળખ,
એક સ્ત્રીની ઓળખ!
એક માનવ
તરીકેની ઓળખ!
રહેવા દો મને માત્ર માનવ બની!
કરો સન્માન મારા સ્ત્રીત્વનું!
જોઈએ મારે મારી ઓળખ,
એક સ્ત્રીની ઓળખ!
એક માનવ
તરીકેની ઓળખ!