Gujarati Quote in Religious by Harsha Trivedi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રોફાઈલ માં જે માતા જી નો ફોટો છે એ છિન્નમસ્તીકા માતા તરીકે ઓળખાય છે. એમનું પોતાનું મસ્તક જાતે વાઢી ને પોતાની ભૂખી સખીઓ ને પોતાનું જ રક્ત પીવા આપે છે ને પોતે પણ એ રક્ત નો આસ્વાદ માણે છે. એમાં દુનિયા નું ત્રણ સત્ય આવી જાય છે. ગુઢાર્થ વાતો છે. જે લોકો ને રસ હોય , જ્ઞાન હોય એ જ આ બધું જાણે . સામાન્ય લોકો ની વાત નથી . એમની તો આ માતાજી નો ફોટો જોઈને પણ ફાટી જાય .

વાત બે , અઢી દાયકા જૂની છે. હું મહારાષ્ટ્ર માં નાસિક આગળ કોઈ ગ્રામ્ય વિસ્તાર માં ફેમિલી સાથે ગયી હતી. ત્યાં નું કામ પતાવી ને નીકળ્યા ત્યારે સ્થાનિક કહ્યું અહીં રેણુકા માતા નું મંદિર છે એટલે અમે દર્શન કરવા ગયા . બહુ જ નાનું મંદિર હતું. આપણ ને તો માતાજી ને મંદિર બંને ગમે એટલે દર્શન કરતા નામ પણ નોંધ્યું રેણુકા દેવી . ભક્તિ ભાવ થી દર્શન કરી ને આપણે ઘરે પાછા . અમે પ્રેમ થી દર્શન કરીએ એટલે અમને પાછું રિએક્શન તો મૉટે ભાગે મળે. અમે પછી સપના માં દર્શન કર્યા . અન્ય સ્ત્રીઓ સાથે જેને છેલ્લે એન્ટ્રી લીધી અમારા સપના માં એ રેણુકા દેવી ને અમે સ્તબ્ધ બની ને જોતા જ રહી ગયા . એમનું મસ્તક એટલે ધડ હતું જ નહિ ને એ નોર્મલ જીવતા મનુષ્ય ની જેમ ચાલતા હતા . સવારે અમને જે યાદ રહ્યું એ આ મસ્તક વગર ના માતાજી . અમે છિન્નમસ્તીકા કોઈ નામ એવું સાંભળ્યું ના હતું કે કોઈ ઇતિહાસ ખબર નહિ . હા , એ ખબર પરશુરામ ના માતાજી નું નામ રેણુકા હતું.

વર્ષો વીતી ગયા . પછી અચાનક અમે છિન્નમસ્તીકા માતાજી વિષે અનાયાસે જાણ્યું . એમની વાર્તા જાણી . એમનું ઝારખંડ ના મંદિર વિશે જાણ્યું . ત્યાં ચઢાવતા બલી ના બકરાઓ વિષે જાણ્યું .

છિન્નમસ્તીકા કાળી કુલ ના જ ગણાય છે. રેણુકા ને પણ છિન્નમસ્તિકા કહેવાય છે . જે મહારાષ્ટ્ર માં રેણુકા , જોગણી , એકવીરા [ કાલી નું જ રૂપ . ઠાકરે પરિવાર ની કુળદેવી ] તરીકે ઓળખાય છે . સાઉથ માં રેણુકા Yellamma તરીકે ઓળખાય છે. ચિંતાપુરની માતા જી [ જ્યાં સતી નું ધડ પડ્યું હતું ] એ પણ એમનું જ રૂપ છે.

આ બધી વિગતો તમારા માટે નહિ અમારા નોંધ માટે લખ્યું છે. કોને ખબર ક્યાંક ભવિષ્ય માં વધુ જાણવા મળે . એમ જ અચાનક , અનાયાસે . અમને આવું બધું જાણવું ગમે . એમ જ કોઈ કારણ વગર . કોઈ પ્રયોજન વગર . સહજ , સાહજિક જાણે કોઈક અગમ્ય શક્તિ ઇચ્છતી હોય કે અમે આ બધું જાણીએ . શું કામ ? એ તો 60 પ્લસ પછી પણ અમને ખબર નથી. એની પરવા પણ નથી. જે હોય તે. ફક્ત ઈશ્વર જાણે. અમને માતાજી બહુ જ ગમે . નામ કોઈ પણ હોય , રૂપ કોઈ પણ હોય મૂળ તો પાર્વતી નું જ રૂપ .

Gujarati Religious by Harsha Trivedi : 111824253
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now