🙏🏻સુપ્રભાત🙏🏻
હાલ વર્ષાઋતુમાં વહેલી સવારે સુર્યોદય પહેલાં જ્યારે ઉપર આભમાં નજર કરું છું ,તો કાળા ડીબાંગ વાદળો ઘેરાયેલા નજરે પડે છે. સૂર્યોદય સમયે આકાશ માં વિવિધ રંગો રેલાય છે.ઉંચે આકાશમાં એકલ દોકલ કે ઝૂંડ માં પક્ષીઓ ઉડતા નજરે પડે છે; ત્યારે મનમાં વિચાર આવે છે કે પરમાત્મા ચૈતન્ય સ્વરૂપે આ પક્ષીઓ રુપે ગગનમાં વિહાર કરી રહ્યો છે. આપણને ક્યારેક પ્રશ્ન થાય છે કે પરમાત્મા ક્યાં છે?આ સૃષ્ટિ માં પરમાત્મા જડ અને ચૈતન્ય સ્વરૂપે સર્વત્ર વ્યાપ્ત છે.તે આપણી આસપાસ જ છે.કસ્તુરીમૃગ ની નાભી માં કસ્તુરી હોય છે અને તે વન માં અહીં તહીં શોધ્યા કરે છે ,તેવી માનવી ની દશા છે.
ડો .ભૈરવસિંહ રાઓલ