તમારી અંદરનું બાળપણ જીવંત રાખો,
વધારે પડતી સમજદારી જીવનને કંટાળાજનક બનાવે છે !
"મનુષ્યનું સર્જન જીવનને સમજવા માટે થયું નથી, જીવવા માટે થયું છે."
જાણું છું !!. કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે સાહેબ,
છતાં હસતા મુખે જીવી લેવાના કારણ પણ કયાં ઓછા છે !!..
હંમેશા ખુશ રહો, કેમ કે પરેશાન થવાથી આવતીકાલની મુશ્કેલી દૂર નથી થતી,
પરંતુ આજની શાંતિ પણ છીનવાઈ જાય છે...
જીવનમાં કદીયે કોઈનો તિરસ્કાર ન કરવો જોઈએ
બીજાના કરતા પોતાને જ એ વધુ નુકસાન કરે છે..
*જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.*
*અરે મુકો માથાકૂટ*
*ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું*
*મુકો એવા ઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે*
*કોઈની બળતરા કરવાની જરૂર નથી*
*કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.*
*ક્યાં જવું છે અભિમાન રાખીને..?? *
બધાને ખુશ રાખવા કદાચ સરળ ન પણ હોય.. પણ બધાથી ખુશ રહેવું તો ક્યાં અઘરું છે..???
સ્માઈલ કર્યા વગર તો સેલ્ફી પણ બગડી જાય છે,
આ તો જિંદગી છે સાહેબ બસ હસતા રહો.
છે તારી જ અંદર આનંદ, જરા શોધ કર,
દુનિયાની છોડ ફીકર, જરાક તો મોજ
આવતીકાલની ચિંતામાં મે મારી આજ વાપરી નાખી,
મેળવવામાં મેળવવામાં મે મારી જાત વાપરી નાખી...