પરોઢે પંખીઓના ટોળામાં ગોતું, તો સુરખાબ,
પૂછતી નથી જે સવાલ, એનો એ જવાબ.
ઘટાદાર જંગલોમાં, એ કુણું પર્ણ,
ભીંસાએલ ખૂણામાં નજર એક નાખું, તો એ કર્ણ.
દૂર ફેલાયેલ ગુલાબની વાડીએ, જાણે મોગરો,
કાટથી જકડાયેલી ઉદાસ બારીનો, એ મિજાગરો.
ઉતાર ચડાવની કપરી કેડીએ સમથળ,
હાથ જરાક લંબાવું, તો અઢળક.
કેમ ? શાને ? સમજાય નહીં એવું, ઠંડુ એ હાસ્ય,
મધદરિયાના વમળે વહેતુ, હુંફાળું રહસ્ય.
ધ્રુજતાં મારા હાથમાં, જાણે આકાશ,
દાવાનળ ભર્યા શહેરમાં, પડખે અવકાશ.
નામ તને આપવા બેસું, તો ફક્ત "તું", Nidhi
બીજું કોઈ નામ, તને આપવું મારે શું ?
નામ થકી વિખેરવા, આ સંબંધ શા માટે ?
અનામી આ લાગણીને, હૃદયે રાખીશને તું ?
બોલ ને... સુખ-દુઃખના આંસુ મારા, ચાખીશને તું ?
આ ભવની મુસાફરીએ, સાથે ચાલીશને તું ?
વધતાં મારા પ્રેમથી, બમણો કરીશને તું ? Nidhi
પ્રસ્તાવ છે આ પ્રીતનો, હામી ભરીશને તું ???