ફરી એ જ દવા બની જા ને ,
નથી સહેવાતા આ દર્દ અને ઘા .
ફરી એ મંદ સમીર થઈ આવને ,
દઝાડે છે વિરહના ગરમ વાયરા.
ફરી તું મહેક થઈ આવને ગુલાબ માં ,
અસહ્ય થયા છે તિષ્ણ કાંટા ના ઘા .
ફરી એ જ સૂકુન થઈ આવને વિરાનમાં ,
નથી ક્યાંય રાહત આ મોસમી બહારમાં.
કેવું ખૂબસૂરત હતું મારું એ જીવન,
સમાઈ ને રહી ગયું તારા પહેલા શ્વાસમાં .
ફરી એ જ વિસામો થઈ આવને મારગમાં ,
હવે થાકી છું આ જિંદગીના કંકાસમાં .
જાણે તો છે તું બધું
છું હું પાંગળી તુજ વિન;
તો ફરી એ જ સથવારો થઈ આવને,
મારા દિવાસ્વપ્નની આ બારાતમાં .
ફેરા નથી ફર્યા
ચોરીના ચાર તોયે ;
પાર કરીશું આ ભવ !
તારી સંગાથમાં ,
' હાથ લઈ હાથમાં .'
#માહી