by - WhatsApp
આ ચાતુર્માસ મા કરવુ છે રીનોવેશન....*
મારે મારા આત્માના ઘરનું
રીનોવેશન કરાવવાનું છે.
પુણ્યના નળનું લીકેજ
શ્રીહરિ ને સંતો રુપી પ્લમ્બર પાસે
બંધ કરાવવાનું છે.
દુર્ગુણોના ભેજથી ખરાબ
થયેલી દિવાલો ઉપર
સદગુણોના સીમેન્ટનું
પ્લાસ્ટર કરવાનું છે.
આસક્તિની ઉધઇને
દૂર કરવા સંયમનું
પેસ્ટ કંટ્રોલ કરવાનું છે.
રસનેન્દ્રિયને કારણે
ઓવરફલો થયેલી શરીર
ની ગટરની દુર્ગંધને
તપના સુગંધી ફીનાઇલથી
સાફ કરવાની છે.
પરિગ્રહના પટારાને
દાનરુપી પસ્તીવાળા
પાસે ખાલી કરવાનો છે.
ઘરને ક્ષમાનું લૉક
લગાવવાનું છે જેથી
ક્રોધરુપી ચોર ઘૂસી ન જાય.
માનના ફર્નિચર ઉપર
નમ્રતાની પૉલીશ
કરાવવાની છે.
માયાના માળીયામાં
સરળતાનો સામાન
ગોઠવવાનો છે.
લોભની લાકડાની બારસાખો
કાઢી ઉદારતાની મજબૂત
ગ્રેનાઇટની ફ્રેમો લગાવવાની છે.
સ્નેહના સોફા પર
વિનયના કુશન સજાવવાના છે.
સંતોષના બેડ પર
શાંતિની ચાદર બિછાવવી છે
જેથી સુખે થી નીંદર આવી શકે.
બારણે મૈત્રીનું
તોરણ બાંધવું છે.
જેથી આંગણે આવતા સર્વે
જીવોને ઉમળકાભર્યો
આવકાર મળે.
આત્માના ઘરમાં વિવેકનું
મંદિર બનાવી તેમાં મારા
વ્હાલા પ્રભુને પધરાવી
વૈરાગ્યનો દીપક પ્રગટાવી
આરાધનાની આરતી ઉતારીશ.
આ રીતે હું મારા આત્માના
ઘરને સુંદર અને પરફેક્ટ
બનાવીશ.
🙏🏻