Gujarati Quote in Thought by munna..

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો ફરી બાળપણને મલીએ
જુની જીંદગી નવેસરથી જીવીએ

સમજણને ભુલી અણસમજુ થઈએ
ફરી જીવનની પાટીમાં એકડા ધુંટીએ

ચતુરાઈ છોડી પાછા ભોળા થઈએ
છોડી ખુરશી માઁ ના ખોળા ખુંદીએ

પદ,પ્રતિષ્ઠા છોડી બાલિશ બનીએ
શેઠ,સાહેબ માંથી ફરી મુન્ના બનીએ

મોટરગાડી મુકી હાલો ઉધાડપગે ચાલીએ
મામાના ખભે ચડી શાહી સવારી કરીએ

બહુ કરી દોડધામ હવે થોડા જંપીએ
શેરીમાં હાલો ભમરડે અને કંચેથી રમીએ

મોબાઈલ છોડી દાદીની વાર્તા સાંભડીએ
પપ્પાની આંગળી પકડી ચાલો મેળે ફરીએ

દેખાદેખી,આડંબર,અહમનો ભાર ઉતારીએ
હાલ મુન્ના ફરી બાળપણને મળીએ

Gujarati Thought by munna.. : 111821391
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now