The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નદી નું સાગર માં ભળવું રખે સમજતા અલ્લડપન મીઠાસ આપી ખારા થવું કંઈ સહેલું નથી હોતું ! હતો વૃક્ષ હવે ઠુંઠૂ પોતાનું સધડું ગુમાવી મુન્ના ઝંઝાવાત વાતસામે ઝઝૂમવું કાંઈ સહેલું નથી હોતું❗ સત્ય ભલે લાખ છુપાવો મુન્ના આંખો બેઇમાન કહી જ દેશે હ્રદય માં દબાવેલ ભાવનાઓ જરૂર આંખોથી છલકાઈ જશે
ચાલો ફરી બાળપણને મલીએ જુની જીંદગી નવેસરથી જીવીએ સમજણને ભુલી અણસમજુ થઈએ ફરી જીવનની પાટીમાં એકડા ધુંટીએ ચતુરાઈ છોડી પાછા ભોળા થઈએ છોડી ખુરશી માઁ ના ખોળા ખુંદીએ પદ,પ્રતિષ્ઠા છોડી બાલિશ બનીએ શેઠ,સાહેબ માંથી ફરી મુન્ના બનીએ મોટરગાડી મુકી હાલો ઉધાડપગે ચાલીએ મામાના ખભે ચડી શાહી સવારી કરીએ બહુ કરી દોડધામ હવે થોડા જંપીએ શેરીમાં હાલો ભમરડે અને કંચેથી રમીએ મોબાઈલ છોડી દાદીની વાર્તા સાંભડીએ પપ્પાની આંગળી પકડી ચાલો મેળે ફરીએ દેખાદેખી,આડંબર,અહમનો ભાર ઉતારીએ હાલ મુન્ના ફરી બાળપણને મળીએ
ગડગડાટ બહુ થયો મીલનની વિજળી સાથે હવે વરસી જા કેમ ગુંગળાવે છે ઝરમર બહુ થયુ હવે અનરાધાર વરસી જા બહુ તપાવ્યો તરસાવ્યો ટીપેટીપે નહીં હવે સાંબેલાધાર વરસી જા ધનધોર ધટામાં મુન્નો અટવાયો છોડી લાજ જગતની તરબતર કરી જા...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser