કળા અદભૂત છે
સુંદરતા સ્વીકારવાની એમની કળા અદભૂત છે
આજ જ નહીં હમેશાં હસાવવાની કળા અદભૂત છે.
જો નજરાણું કેવું રૂપકડું વીંટી લાવ્યા
મોઢે સ્મિત રાખી કડવાશને કહેવાની કળા અદભૂત છે
હું નથી હોતી એની નજર સમક્ષ હાજર
અરીસામાં જોઈને ગુસ્સો દાખવવાની કળા અદભૂત છે
સંભારણું એ મજાનું રૂમાલમાં સાચવ્યું
ખોલી ખોલીને કોકડું રડવાની કળા અદભૂત છે
મને સમજાય તનુ એવું કંઈક અંશે હશે
આજથી જ નહીં બધાની સંગત કરવાની કળા અદભૂત છે.
©હર્ષા દલવાડી તનુ
જામનગર