Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બુદ્ધ સવારે એક ગામમાં થી પસાર થતા હતા. તેમને એક માણસ મળ્યો અને પૂછ્યું કે શું ભગવાન ખરેખર છે ? .

બુદ્ધ બોલ્યા : ભગવાન ? નહીં નહીં એના જેવું કંઈ જ નથી.

ત્યારબાદ બપોરે બીજા માણસે પુછ્યુ કે મને એવું નથી લાગતું કે ભગવાન છે તો તમારું શું કહેવું છે આ અંગે.
બુદ્ધ બોલ્યા : એવી શું પાગલ જેવી વાત કરે છે અહીં બધે બસ ભગવાન છે.

ત્યારબાદ રાતના સમયે એકે પુછ્યુ કે મને કંઈ ખ્યાલ નથી કે ભગવાન છે કે નહીં . તમે આ બાબતે કંઈક કહો.
બુદ્ધ બોલ્યા : જો તને પણ જાણ નથી તો મને પણ કંઈ ખબર નથી.

આ બધી વાતો તેની સાથે રેહતા આનંદ ભિક્ષુ એ સામ્ભળી તો તરત જ તેમણે બુદ્ધ ને પુછ્યુ આ બધું શું છે કે તમારા બધા જવાબ આટલા અસંગત કેમ હતા હું તો ઘણો મુશ્કેલી માં મુકાઇ ગયો છું.

બુદ્ધ બોલ્યા આનંદ આ બધા જવાબો તારા માટે નહોતા તારે એ સામ્ભળવા નહોતા.મે એ જવાબ તે એ માણસને દિધા હતા તને નહીં.
પેલા નંબર નો માણસ તો પેલાથી માનતો હતો એ ફક્ત મારી પાસે પોતાની દલીલો મજબૂત કરવા આવ્યો હતો અને જો હું હા કહું તો એમની શોધ ત્યારે જ પુરી થઈ જાત.
બીજો માણસ નકારાત્મક હતો જો એમને હા કહેત તો એ પણ ત્યાં જ રોકાઈ જાત.
ત્રીજો માણસ એક સાચો જીજ્ઞાસુ હતો તેમને મેં તેમની યાત્રા કહી આપી.

Gujarati Motivational by Jay Vora : 111820194
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now