હજારો દુઃખો ની વેદના હોય છે,
ફક્ત એક મુસ્કાન ની પાછળ...
સમંદર આખો સંઘરાય દર્દ તણો,
આંખોની એ ઝુકેલી પાંપણ ની પાછળ...
જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાં કોઈ વાત કરે તો પણ ઠીક છે અને ન કરે તો પણ સારું.
અંતે સમય બધું બતાવી જ દે છે, કે કોણ શું હતું અને આપણે શુ સમજતા હતા....
શબ્દોનું મહત્વ સમજુ છું, એટલે જ ક્યારેક મૌન રહી જાઉં છું, પણ સ્વમાનનું મહત્વ પણ સમજુ છું, એટલે ક્યારેક મૌન તોડી દઉં છું.
ભાર લઇને ફરવું એના કરતા જતું કરીને મુક્ત થઇ જવું વધુ બહેતર છે.
જયારે બહુ ગમતી વ્યક્તિનો મોહ છૂટી જાય, ત્યારે સમજી લેવું કે તમને જીવતા આવડી ગયું!..
સંબંધોમાં આજે કંઇ ખૂટતું હોય તો એ છે, પારદર્શિતા...
જયાં ટ્રાન્સપરન્સી નથી હોતી ત્યાં ટેન્શન રહેવાનું જ છે.
શરત પર આધારિત સંબંધ વધુ ન ટકી શકે
સંબંધમાં જીવવાનું હોય, જીતવાનું ન હોય.
અનહદ લાગણીઓની જ્યારે
હદ નક્કી કરાય છે
ત્યારે લાગણીની સાથે
માણસ પણ બેહદ પીસાય છે.
💔♥️💔