જીવે છે લોકો મનની વાત કરીને.
જીવે છે લોકો અંતરે ભાત કરીને.
સહે છે મૂક બનીને કદી કસમયે,
જીવે છે લોકો ઉરે વજ્રઘાત કરીને.
ન ગમે તોય જીવવામાં છે રાજી,
જીવે છે લોકો ગમતી મુલાકાત કરીને.
ફરિયાદોની વચ્ચે આશા ઝબકતી,
જીવે છે લોકો ભાગદોડે નિરાંત કરીને.
પરસ્પર સમજવામાં જાય નિષ્ફળ,
જીવે છે લોકો એના જેવી નાત કરીને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.