આફતના સમયે આપણાં અને પરાયાની ઓળખ થઈ જાય છે,
આફતના સમયે કોઈ આપણને સાથ આપે એજ સાચો સાથી કહેવાય....
આફતના સમયે કોઈનો પણ સાથ ક્યારેય છોડી નહીં દેતાં,
આફતના સમયે કોઈનો સાથ છોડવો હોય તો કોઈનો હાથ પકડતા નહીં....
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કોઈ ને કોઈ આફત આવ્યા જ કરશે...
આફતના સમયે જરૂરિયાતમંદ લોકોને થાય એટલી મદદ કરજો....
આકાશી આફત અત્યારે ઘણી જગ્યાએ નુશાનકારક બન્યું છે,
આફતના સમયે પણ ઘણાં પોતાના જીવ ની પરવા કર્યા વિના મદદ કરી રહ્યું છે....
ઘણાં તો આપણા સુખનાં સમય ના મિત્રો હોય ,
આફતના સમયે તો બહાનું બનાવીને છટકી જાય છે....
કૃષ્ણ મારી સાથે હોય છે એટલે મને કોઈ જાતનો ડર નથી લાગતો,
આફત તું આવ હું મારા કૃષ્ણ ની ભકિતમાં મગ્ન હોઈશ....
-Bhargav Jagad