Gujarati Quote in Poem by Dr. Bhairavsinh Raol

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષા ગીત:
"આ રીતે વ્હાલ કંઈ કરાય ?"

ઊભરાયું હોય હેત
ટપલીક બે મારીએ
પણ સીધો કાંઈ ધુંબો મરાય?

ઓચિંતા આવીને
ધાબા લગ ઊછળીને
કરવાનુ આવુ તોફાન ?

શેરિયુંમા તરતી
ઇ કાગળની હોડિયુંનું
થોડુંક તો રાખવુંતું ધ્યાન ?

ગામ આખું આવે
ભાઇ નદીયું માં નહાવા
પણ નદીયું થી ગામમાં ગરાય ?

આ રીતે વ્હાલ કંઇ કરાય?

એવુ તો કેવુ વરસાવ્યુ
પળભરમા તો આંખ્યુ પણ
ઓવરફલો થાય ?

ધસમસવું સારું,
પણ આટલું તો નહીં જ
જેમા છેવટ એક ડૂમો રહી જાય.

ખેતર, અબોલ જીવ
શ્વાસ ચૂકી જાય
એવો ભીનો કાંઈ ચીંટીયો ભરાય ?

આ રીતે વ્હાલ કંઈ કરાય ?

*કવિ: કૃષ્ણ દવે*
ફરી એકવાર ખાંગા થઈને તુટી પડેલાં
મેઘને ઉદ્દેશીને લખાયેલી કવિતા , જેમાં કવિ જાણે અચાનક મુસળધાર વરસતા મેઘરાજા ને ઠપકો આપે છે કે આ રીતે તો વહાલ કંઈ કરાય?

પ્રસુતિ :ડો. ભૈરવસિંહ રાઓલ

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111818276
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now