Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક - "આખી રાત"


જાગતો રહ્યો આભમાં ચાંદ આખી રાત;
અમને તડપાવે એમની યાદ આખી રાત;

આજ જરૂર આવશે મળવા એ સ્વપ્નમાં,
હૃદયમાં રહ્યો એ જ ઉન્માદ આખી રાત;

ભીંજાયું મન એના આગમનની આશમાં,
ને વરસતો રહ્યો છે વરસાદ આખી રાત;

જાગતી રહી છે આંખો એમને સત્કારવા,
પડઘાયો છે ભીતરે કોઇ સાદ આખી રાત;

પતંગા સળગ્યો હસતાં એક તરફી પ્રેમમાં,
રહ્યો બસ શમાનો ઝગમગાટ આખી રાત;

"વ્યોમ"ની તલબ દેખી લ્યો મિલન કાજે,
ધરા પર વરસ્યો મુશળધાર આખી રાત;


...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111817868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now