મણી, મારી આજી
વહાલ નો દરિયો ને સમજણ ની સહેલી
હસતા રમતા શીખવી ગઇ જીંદગી ની પહેલી
ચુલો માટી નો, માટી ના વાસણો
ન કોઇ સામગ્રી ન મરીમસાલા પણ ટેરવા પર
હજી યે સોડમ ને સુંગઘ આંગળા ચાટી જવાય એવી એની વાનગી
ન કોઇ રાવ ન ફરિયાદ જીંદગી કે સંબંઘો વિષે
એ એના મન ની મહારાણી હીંચકો એનું સિંહાસન સીંચતી નદી થી પાણી, બાજ દડીયા બનાવતી ખેતી સંભાળતી, ગાયો ને વહાલથી થપથપાવતી,કુટુંબ ને એકસાકળે ગુંથતી એની વાણી.
નથી હજી કોઇ ચોકલેટ એવી બની કે ભુલાવી દે એના હાથ ની લાડુડી શીગં ની ને તલસાંકળી ની લહાણી રોટલા પર માખણ નો લોંદો ને ગોળ ની ગાંગડી હજારો વાનગી એના આગળ પાંગળી
ભાષા ભુલાય, શબ્દો ખુટે કરતા જેનું વર્ણન
મણી, મારી આજી ને કોટીકોટી વંદન.