કવિતા એક દિ મોરને ઢેલડી પૂછે
એક દિવસ મોર અને ઢેલ વચ્ચે સંવાદ થાય છે કે રાધા અને કૃષ્ણ માંથી કોણ ગમે છે. મોરને શ્યામ (કૃષ્ણ) ગમે છે; જ્યારે ઢેલ ને રાધા ગમે છે. પ્રત્યેક પોતાની પસંદગી ને વ્યાજબી ઠેરવવા અને સામાની પસંદને નીંદવા કાવ્યાત્મક શૈલીમાં દલીલ કરે છે. આવો આપણે આ સુંદર કાવ્ય ને માણીએ અને ગુજરાતી સાહિત્ય ના વૈભવ થી પરિચિત થઈએ.
કવિતા
એક દિ મોરને ઢેલડી પૂછે,
તને રાધા ગમે કે કાન
તું જ કહે ગોરી કોણ ગમે તને
મને તો ગમે શ્યામ
મને તો ગમે રુપાળી રાધા
ઉજળો જેનો વાન
અંગે એ ગોરી ,ને નાકે નથણી
તારો તો શ્યામળો શ્યામ
શ્યામળા ને નવ નીંદીએ ગોરી
શ્યામળો એનો વાન
કોયલ કાળી ના કંઠમાં કેવા
મીઠા મધુરા ગાન
ચાંદની છાયેલ વાદળી ધોળી
રાધિકા તેની સમાન
રુપથી રાણી
એ શોભતી રાધા
ધોળા વાદળ માં નીર ના હોય
ધરતી ને એનું શું કામ
ગુણ વિનાના એ રુપ માં ગોરી
હોય શું આપણે કામ?
એક દિ મોરને ઢેલડી પૂછે,
તને રાધા ગમે કે કાન
કવિ: અનામી
સંકલન: ડો ભૈરવસિંહ રાઓલ