Gujarati Quote in Jokes by Jatin Bhatt... NIJ

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેડિકલ ટુચકા ;

😄😄😄😄😄😄😄😄😄😄
_' તમને ચશ્મા ના નંબર છે, દૂર કરવા છે?'
' હા'
' ઓકે, તો આ દવા લો અને સાથે સાથે સવાર સાંજ કોલેજ જયા કરજો'
' કેમ'
' આંખોને ઠંડક પહોંચે એટલે'...
😍😍😍😜😜😜😜😜😜😜😜
_ ' અલા તમે તો પાછા આવ્યા ને, એ પણ આંખ ફુલાવી ને ?'
' તમારે લીધે સાહેબ,'
' કેમ, મારે લીધે?
' તમે જ તો કહ્યું હતું કે આંખોની ઠંડક માટે કોલેજ જવાનું?:
' હા, તો?'
'પત્ની જોઇ ગઇ'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ ' તમને હજી ડાયાબિટીસ નથી?'
' ના કેમ?'
' આ તો તમે 35 વર્ષ થી તમારી શ્રીમતી મધુબેન ની સાથે રહો છો એટલે પૂછયું,'
😄😄😄😄😄😄😄😄😄
_ ' બોલો શું પ્રોબ્લેમ છે ?'
' સાહેબ,બરડા પર ખંજવાળ બહુ આવે છે'
તપાસ્યા પછી,
'આ દવા લેજો અને ઘરની કોઈ પણ એક ભીંત નો કલર કાઢીને ખરબચડી બનાવી દેજો'
' કેમ?'
'જ્યારે જ્યારે તમને ખંજવાળ બહુ આવે ત્યારે બરડો ખરબચડી ભીંત પર વલુરવા !!!!!'
😄😄😄😄😄😄😄😄😄😄😄
' ડૉક્ટર સાહેબ જુઓ ને, આ મારા મિસ્ટર સવારથી કશું બોલતા જ નથી, ને કૈંક બાઘાની જેમ વર્તન કરે છે '
_ 'એકદમ કેમ એવું થઈ ગયું? તમારી સાથે કંઈ બોલાચાલી થયેલી?
_ ' ના ખાલી મેં એમને એવું જ પૂછેલું કે આપણા લગ્ન ને 20 વર્ષ થયા છે, તો તમે મારાથી ખુશ તો છોને?!!!'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_ ડૉક્ટર દર્દીને તપાસ્યા પછી ;
'તમને પાઈલ્સ છે, આ દવા લેવાની છે ,સાથે સાથે અત્યારે ઉનાળો છે, જો તમે સ્કૂટર કે બાઈક વાપરતા હોય તો તડકામાં જ રહેવા દેજો જેથી સીટ બરાબર તપી જાય ,પછી જ એના પર બેસજો'
' કેમ સાહેબ?'
' પાઈલ્સ પણ જલ્દી થી બેસી જાય એટલા માટે '
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
_' તમારા પેટ માં ગેસ નો ભંડાર છે'
' તો હવે?'
'કઇ વાંધો નઈ આવે, આ દવા લો સારું થઈ જશે'
'ઓકે સાહેબ'
' અને હાં, ગેસ દૂર થતા વાર લાગશે તો ત્યાં સુધી કોઈ સારા પ્રસંગો માં ભીડભાડ થી દુર રહેજો...'
' કેમ?'
' નઈ તો ભીડ તમારાથી ભાગશે !!!!'
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
અને હવે સાચી સલાહ:
_ ' તમને ગ્રેટ ડિપ્રેશન છે, ઈલાજ માં આ દવાઓ લો, પણ કમસે કમ મહિના ના ત્રીસ દિવસ માંથી એટલિસ્ટ્ 15 દિવસ મિત્રો સાથે કાઢો '
.
.
.
.
.
,.
.
જતીન ભટ્ટ ( નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995




_

Gujarati Jokes by Jatin Bhatt... NIJ : 111814421
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now