Gujarati Quote in Poem by Dave Yogita

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ઘણાં દિવસે એક કોલ આવી ગયો,
મને જાણીતો છતાં અજાણ્યો અવાજ આવી ગયો

સાંભળતી હતી રોજ રોજ જે અવાજ,
એ અવાજ જ મને સંભળાય ગયો

કેમ છો? પૂછાઈ ગયું તો જવાબ આવી ગયો,
ઘણા દિવસે તને હું યાદ આવી ગયો

બધાંનું ધ્યાન રાખવામાં,
તને હું જ ભુલાઈ ગયો

બધા અઘરા કામની વચ્ચે,
તારુ સૌથી સહેલું કામ જ રહી ગયું

બધા સાથે સમય પસાર કરતા કરતા,
મારા માટે જ સમય ના રહ્યો

ઘણા દિવસે મને મારો જ ફોન આવી ગયો,
બધાંને કેમછો પૂછવામાં,
મને જ તો પૂછવાનું રહી ગયું

બધા સાથે રહેતા રહેતા,
હું મને જ મળવાનું ભૂલી ગઈ


આટલી મોટી વાત કેમ ભૂલી ગઇ,
બધાં સાથે વાત કરવામાં,
મારી સાથે જ વાત રહી ગઈ,
મારી સાથે જ વાત રહી ગઈ.....

યોગી

Gujarati Poem by Dave Yogita : 111813781
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now