નયન થકી દેખાતું કોઈ દૃશ્ય કે ,
સ્પર્શ થી અનુભવાતું કોઈ દ્રવ્ય ,
નાક થી લેવાતી કોઈ સુગંધ કે ,
જીભ થી લેવાતો કોઈ સ્વાદ કે ,
કર્ણ થી સંભળાતો કોઈ અવાજ ...
આ પાંચેય ઇન્દ્રિયો ને શબ્દો માં પરોવતો,
વિચારો ના સાગર ને કાગળ પર ઉતારતો,
લાગણી ઓની કલમ થી કવિતાઓ બનાવતો ,
પોતાની રચના ઓ ના દમ પર સમાજ ને મહેકાવતો,
એક માત્ર વ્યક્તિ એટલે ' લેખક ' .
-Mehta Mansi