પપ્પા મારા
મને સુવડાવી મારા પુસ્તકો સજાવે,
બીજા દિવસે જોઉ જાગીને ત્યાં આશ્ચર્ય પમાડે.
આખો દિવસ સતત કામ કરીને રાત્રે મને ભણાવે,
ઉલ્જનો મારી અને બધી મૂંઝવણ સુલજાવે.
અથાક પરિશ્રમ ની નાં અંજાશ પણ આવવા દે,
બસ નિરંતર પણ એ ઘસારો ઉઠાવ્યા જ કરે.
બાળપણ મારું એ દિવ્ય બનાવે,
મને ખુશ કરવા એ નીત નવા તોહ્ફાઓ લાવે.
સમય અને સંજોગોવશાત કોપાયમાન પણ થાય ક્યારેક,
પછી પાછા રહી ન શકી ને, અપરંપાર સહાનુભૂતિ દર્શાવે.
ઉદારતાની હોય એક મુરત જાણે,
હંમેશા પ્રમાણિકતાના પાઠ ભણાવે.
કાદવ કીચડ વાળા પગ ના થાય મારા,
એટલે મને ખભા પર બેસાડીને ચાલે.
વરસાદ સમય જો જવાનું થાય બેઉ ને,
તો સૌથી પહેલા રેઇનકોટ મને જ પહેરાવે.
ઘણીવાર ઝઘડુ હું મતભેદના કારણે,
પણ પપ્પા મારા આજે માફી આપજો એવી આશાએ.
મારી નાની મોટી ભૂલ દરેક માફ કરીને ચાલે,
એવું કાળજુ મારા પપ્પા સિવાય કોઇ ના રાખે.
~dedicated to my paa