મારી રચનાને તૃતીય વિજેતા હરોળમાં સ્થાન આપવા બદલ નિર્ણાયિકા પીપલીયા જીવતીબેન(શ્રી)જીનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏
તથા ગૃપ એડમીનશ્રી તથા અન્ય સભ્યોનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏
ગુજરાતી રસધારા પદ્ય
શબ્દ - વમળ
શીર્ષક - "ભીતરમાં"
ઊઠ્યું છે પ્રણય કેરું વમળ ભીતરમાં.
જાણે ખીલ્યું છે કોઇ કમળ ભીતરમાં.
લાગણીનું ઘોડાપુર આવ્યું છે દિલમાં,
થયું સ્નેહનું ચોમાસું સબળ ભીતરમાં.
વરસે આજ તો સંગ સંગ ભીંજાઈએ,
જાગ્યાં છે અરમાનો પ્રબળ ભીતરમાં.
આજ અચાનક જ એ મળ્યાં રાહમાં,
નયનો થયાં હર્ષથી સજળ ભીતરમાં.
ઝુકેલી નજરે આપી એક મુસ્કાન તો,
દુઆ પૂર્ણ થઈ ગઈ સકળ ભીતરમાં.
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).