પપ્પા એ વ્યક્તિ નહીં,કોયડો લાગે છે,
જાણે કોઈ પથ્થર લાગણીથી તરબતર લાગે છે...
ખુંદી શકું હું જગત આખું એ માટે,ખર્ચાઈ ગયા ખુદ,
એ પપ્પાને પોતે મોજમાં ફરવું રઝળપાટ લાગે છે...
પપ્પા ઉભા હોય ત્યાં જવામાં સંકોચાતો હું કાયમ,
હું બેઠો છું ને! કહેતા પપ્પા,આજે મજબુત ઢાલ લાગે છે...
વહાવી પરસેવો વસાવ્યું'તું નગર પપ્પાએ એ થકી,
મારૂ સામ્રાજ્ય જાહોજલાલીનું ઠંડા ઓરડેથી ચાલે છે...
હજી પણ બ્રાન્ડ,ગ્રાન્ડ અને લક્ઝરીથી દુર ભાગે છે,
મારા માટે કંઈક કરવાનું,પપ્પાને હજી બાકી લાગે છે...
મમ્મી વરસાવે દયે, વ્હાલની વાદળી કાયમ ધોધમાર,
પણ પપ્પાનું વહાલ,જાણે માટીની સુગંધ લાગે છે...
- નિર્મિત ઠક્કર(તા.૧૮/૦૬/૨૦૨૨)