લોકોની તરકી જોઈને આ દિલમાં આગ લગાડી નથી,
કોઈને નીચે પડતા જોઈને કયારેય તાળીઓ વગાડી નથી...
પોતાની જાતની પહેચાન બનાવવા માટે દિવસ રાત એક કર્યા છે,
એક બીજાથી જલન થાય એવી રીત કોઈને મને શીખવાડી નથી....
લોકો શું કહેશે આપણાં વિશે એ નો તો વિચાર કયારેય કર્યો જ નથી,
પોતાની તકલીફ કે દુઃખની વાતો કયારેય કોઈને જણાવી નથી....
સમાજનો સાચો ચહેરો તો કોશિશ કરવાથી પણ જાણી ન શકાય,
ભલે કોઈએ મને સાથ આપ્યો નથી પણ મારી દિશા બદલી નથી...
લોકોને તો શું છે સારું પણ બોલે છે ને ખરાબ પણ બોલે છે,
મુશ્કેલીઓ તો દરરોજ આવે ને જાય છે પણ હાર સ્વીકારી નથી....
સમાજ તો રીત રિવાજો ને બંધનમાં બધાને બાંધવા માંગે,
પોતાની ખુશી માટે કોઈને પણ કયારેય તકલીફ આપી નથી...
-Bhargav Jagad