એકલતાને કિનારે યાદોનું સરોવર ભરાયું છે,
જ્યારથી મારકણી આંખે આ દિલ ઘવાયું છે.
ચોમાસાના પહેલા વરસાદ પહેલાં એ વરસે,
યાદોનું એક વાદળ મારી આંખોમાં છવાયું છે.
ન પૂછ તું હલાત અમારા ભૂતકાળનો દોસ્ત,
તું આવી ને એ અચાનક જ દિલમાં સમાયું છે.
તકરાર બધે કરી શક્યો છું હું માત્ર સત્ય ખાતર,
આ રક્તરંજીત શરીર જોવે છે ત્યાં ખરડાયું છે.
એક દર્દ પારાવાર હતું એ માંડ શાંત થયું હતું,
તું આવી છે એટલે મને થોડુંક સુખ દેખાયું છે.
મારી ચમકતી આંખો જોઈ ઈર્ષા ન કર દોસ્ત,
એક હસીન સ્વપ્ન મનોજની આંખે સમાયું છે.
મનોજ સંતોકી માનસ