ચોમાસું ને તું…✨
ખબર નઈ પણ આ ચોમાસું આવે ને એટલે તારી યાદ ખોરંભાય મન ને મનમાં..
કેમ કે આ વહાલપનાં વરસાદમાં ભીંજાતાં ભીંજાતાં
બસ વરસો વીતી રહ્યા છે તને ચાહતાં ચાહતાં..
પણ આ વરસતા વરસાદમાં મેં તને હજી મન ભરીને નીહાળ્યો પણ નથી,
હજી ગાઢ આલિંગન પણ દીધું નથી,
હજી તારા ખભે નિરાંતે માથું મૂકીને તારી આંખો મા આંખો નાખી ને વાતો પણ કરી નથી ને મારા ખોળામાં તું સૂતો હોય ને મારા ભીના કેશ માં તારો હાથ ફેરવતા જે બે ઘડીક ની નિરાંત ની અંગત પળો પણ માણી નથી,
હજુ આ વરસતા વરસાદમાં મારા હોઠોનો મધુર આવાસ્દ પણ માણ્યો નથી,
હજી ચોમાસું તો પરાકાષ્ઠા રૂપે વરાળ થઈ વાદળે ચડ્યું જ નથી છતાંય તું દરિયો બની ને મુજ નટખટ સી નદી ને તારામાં સમાવતો જાય છે..
હજીય મારું આભ અકબંધ છે તું ક્ષિતિજ બની મિલનની મોસમ બની મારા પર બસ આમ જ ,
કદીક ઝરમર
કદીક ધોધમાર
ને ક્યારેક અનરાધાર વરસી જા..
બસ તું આમ જ વરસાદ બની તારામાં સમાવ છે મુજ ને… પણ મલવાની આશ નથી ગમે ત્યારે વરસ જાય છે તું…
ફક્ત વરસવામાં માને છે ને તડપાવામાં,
બસ, તું આમ જ વરસતો રહે
અને હું તને આમ જ પામતી રહું છું..
આ જ રીતે...સદાય “સ્વરા” તારી✨