વરસાદ બનીને વાલમ ભીંજવે મને.
ફરિયાદ કરીને વાલમ ભીંજવે મને.

હું તો સાવ ગભરુને બહાવરી બની ગૈ,
મેઘગર્જના કરીને વાલમ ભીંજવે મને.

આભે ઝબકારા કરીને ફોટા પણ પાડે એ,
વીજ ચમકારા કરીને વાલમ ભીંજવે મને.

ઓલ્યો સૂરજ સંતાઈ ગયો ફરિયાદ કોને ?
આભેથી જળધારા કરીને વાલમ ભીંજવે મને.

અલી સખી પ્રેમમાં પજવવાનું પણ આવે ?
વસતરને બિચારાં કરીને વાલમ ભીંજવે મને.

ખૂબ વરસી વરસીને જાણે ઠારી દીધી મને,
વહેતાં નીર એકધારાં કરીને વાલમ
ભીંજવે મને.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111812340

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now