આખું ગુજરાત ગોકુળિયું બની ગયું કોણ જવાબદાર?
તેથી જાન લેવા અકસ્માત થાય છે કોણ જવાબદાર?
બે-શક ગૌ " માતા " જ છે, ગાય પૂજનીય જ છે પણ,
હરાયા ઢોરની જેમ ગાયમાતા રખડે કોણ જવાબદાર?
ગૌંવગરાસ કૂતરાને રોટી કબૂતરને ચણ ને પછી પાણી,
ગાય કૂતરા કે કબૂતર કરે હેરાન તો કોણ જવાબદાર?
સરેઆમ ઢોર બની, ઢોર ને રખડાવે છે તેના માલિકો!
હવે તો કહો આમાં બે-જવાબદાર ને કોણ જવાબદાર?
અનિલ ભટ્ટ