જો કરે પ્રયાસ તો હું પળમાં સમેટાઈ જઈશ,
જો ચાહે તો શબ્દો થકી ચોપડીમાં બિડાઈ જઈશ,
જો ઈચ્છે તો હાસ્ય બની ચહેરે છવાઈ જઈશ,
જો ઝંખે તો આંસુ બની આંખમાં રેલાઈ જઈશ,
જો ડંખે લાગણી તો હાથમાં રહેલ રેતી સમાન વેરાઈ જઈશ,
દોસ્ત! જો મારા અહેસાસથી અનુભવે તો તુજ નસમાં રક્ત બની રોપાઈ જઈશ!