શીર્ષક - "કામ આવ્યા"
જીવનભર અમે ના કોઇને પ્રેમ કરવા તો કામ આવ્યા;
ચાલો બિજું કંઈ નૈ પણ મિત્ર બનવા તો કામ આવ્યા!
હવે નથી રહ્યો કોઈ રંજ અમને કે પ્રેમ ના મળ્યો એમનો,
ચાલો, કાંઇ નહીં પણ એમને ના કરવા તો કામ આવ્યા;
મતલબ ભરી દુનિયામાં બનાવ્યા રાખે એક કે બિજી રીતે,
રોજ ખૂદને મનાવું છું ચાલો મુર્ખ બનવા તો કામ આવ્યા;
ભેગું કંઈ નહીં ચાલે છતાં અમારા નામે ચડી ખાય છે એ,
ભગવાન એનું ભલું કરે એને ભેગું કરવા તો કામ આવ્યા;
જીવતેજીવત તો કામ આવ્યા કે નહીં, ખબર નહીં "વ્યોમ"
ચાલો ચિતા પર લેટીને પણ કોઇને તાપવા તો કામ આવ્યા;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે-આદિપુર (કચ્છ).