અનેક ગુણોથી સદગુણી છે અવની ,
સંસ્કાર અને સંસ્કૃતિ થી સમૃદ્ધ છે અવની.
સદભાવના,સમર્પણ ,સ્નેહ સગપણ છે અવની
કૃતિ, આકૃતિ , પ્રકૃતિની જનની છે અવની
અવિરત અગણિત ઉપકાર આગણું છે અવની
અલૌકિક શક્તિ ,પરવરિશ નું લક્ષણ છે અવની
પરમપિતા પરમેશ્વર ના હૃદયનું ધબકારો છે અવની
"hraday"
-Jadeja Ravubha P