1) આજના પેઢી નો એક જ પ્રશ્ન કેમ કોઈ મને સમજતા નથી અથવા તો જાણતા નથી.
2) અને એક મોટામા મોટો વહેમ કે હું એને સારી રીતે સમજુ છું અને જાણુ છું.
શું તમે ખરેખર એવું માનો છો કે તમે વ્યક્તિ ને જાણી જ ગયા છો સમજી ગયા છો એમ..? તો થમિ જાવ મુર્ખ બનવાનુ અને બનાવવાનુ બંધ કરો. કારણ કે કોઈ પણ વ્યકિત જોડે વાત કરવાથી કે થોડા જોડાવાથી તમે એ વ્યકિત ને જજ કરી શકો છો અથવાતો અમુક તબક્કે તમે અનુમાન લગાવી શકો છો. કે આ વ્યકિત આમ કરશે અથવા તો આમ કહેશે. બરાબર..?
સરવાળે તમારા અનુમાન ક્યાંક ને ક્યાંક સાચા પડવા લાગે એટલે તમે એવું માની લો છો કે તમે એ વ્યકિત ને જાણતા થઈ ગયા અને સમજતા થઈ ગયા પણ ખરેખર એ સત્ય છે જ નહી. જીવનમાં પરિસ્થિતિ ને આધીન વ્યકિત બદલાતો રહે છે. કયા સમયે કઈ પરિસ્થિતિ મા એ વ્યકિત શું નિર્ણય લેશે એની જાણ તો એને સ્વયં ને હોતી નથી તો આપણે શું સમજીને શું વિચારીને આ ચક્રવ્યૂહ મા ફસાયેલા રહેવા માંગીએ છીએ..?
અને મારા દ્રષ્ટિકોણ પ્રમાણે દરેક ને બીજા ને જાણવા અને સમજવાની જે ઘેલછા છે એજ ખોટી છે. એના કરતા ફક્ત ને ફક્ત ખુદને જાણો. આપણે આખા ગામ મા કહેતા ફરીયે છીએ કે હું ખુદ ને જાણુ જ છું. પણ શું ખરેખર તમે સ્વયં ને પુછ્યું ખરી..?
ના ક્યાં એવો સમય છે યાર આપણી પાસે ખુદની માટે આપણે આખા ગામ ને જાણવા-જણાવવા અને સમજો-સમજાવવામાં મા જ વ્યસ્ત છીએ અને એ પણ એવી છબી માટે જે તદ્દન બહુમુખી રીતે આપણે જ રચી છે. વધુ નહી પણ એકવાર આત્મ ચિંતન કરી જોવ. ક્યાંક ને ક્યાંક તમને પણ મારી વાત સત્ય જ લાગશે. થઈ શકે તો માફ કરજો યાર પણ કડવું તો કડવું પણ આજ સત્ય છે.
બસ એક વાર ખુદને જાણી તો જુઓ એકવાર ખુદને માણી તો જુઓ ખરેખર કહું છું. જીવનના ઘણા સમીકરણ સહેલાઇ થી ઉકેલાઈ જશે.
( બસ એકવાર ખુદ ને જાણી લો ત્યારબાદ કોઈ ને પણ જાણવા કે જણાવાની અથવા તો સમજવા કે સમજાવવાની જરૂર નહી પડે. બધા જ દ્રશ્યો તમને સ્પષ્ટ રીતે દેખાતા રહેશે. )