ચલો માની લઈએ કે જીવનમાં અમુક વ્યક્તિઓ તમને પસંદ નથી કરતા હોતા..
અથવા તો પસંદ કરનાર વ્યક્તિઓ અચાનક આપણાથી દૂર જતા રહે તો એમા આપણે દુઃખી થવાની શું જરૂર છે..?
ક્યાંક ને ક્યાંક એક તબક્કે તમને ખબર જ છે કે તમે આજ દિન સુધી કોઈપણ વ્યક્તિ નું અહીત નથી કર્યુ એમ, બરાબર ને.. ? એ બાબતે તો પાછા ચોક્કસ છો ને..?
તો પછી દુઃખી શું કામ થવું યાર..? સમય લો શાંત રહો બસ જેમ સમય ચાલે છે તેમ ચાલ્યા કરો..
એક સમય એવો આવશે જ કે ના પસંદ કરનાર વ્યક્તિઓ પણ તમને પસંદ કરશે જ.. અને છોડી ને જનાર વ્યક્તિઓ પણ પાછા ફરશે જ..
તમારૂ વ્યક્તિત્વ જ તમારો મોટામા મોટો હથિયાર અને સહારો બંન્ને છે..
હથિયાર સામા વ્યક્તિ માટે કે તમારાથી જોડાયા પછી એ ખુદ પરિવર્તિત થય જાય..
અને પરિવર્તિત થયા પછી એજ તમારો મોટો સહારો પણ બની શકે છે..
પણ હા મે કહ્યુ એમ "किरदार" पे "भरोसा" બસ આ વાત પર "ચોક્કસ" હોવ તો જ..
(મે મારો અનુભવ વ્યક્ત કર્યો છે. જો ખોટુ લખાય ગયુ હોય તો તે બદલ ક્ષમા.) 🙏🙏