જીવન અને મૃત્યુ
કંઈક કરોડો જન્મ્યા તેઓ હસતા નથી
કંઈક કોરોડો જન્મ્યા વસ્ત્રો હોતાં નથી
કંઈક કરોડો જન્મ્યા બીજાં રડતાં નથી
કંઈક કરોડો જન્મ્યે અમીર હોતાં નથી
કંઈક ચાલ્યાં ગયાં નજરે દિશતાં નથી
કંઈક ચાલ્યાં ગયાં નયનો રડતાં નથી
કંઈક જન્મ્યા તે અમરત્વ પામતાં નથી
પ્રભુ મરેલાને પુનઃ જીવન આપતાં નથી
ચાલ્યાં ગયે સાથે કાંઈ લઈ જતાં નથી
સ્મશાનમાં ખુદ સાથે કોઈ મરતાં નથી
મૃત્યુ બાદ અસ્થિ કદી સંગ હોતાં નથી
બળેલ દેહનાં અસ્થિ રાખ રાખતાં નથી
“મેહુલ”
સુભાષ ઉપાધ્યાય
જુન/૧/૨૦૨૨