આભાસ
અચાનક મને લાગ્યું કે તું આવ્યો, ન જાણે, મને તારો સાદ કેમ સંભળાયો
ન જાણે કેમ એવું લાગ્યું, કે તું પળભર માટે પાછો આવ્યો, મારી ખુશી પાછી લાયો
સાચું કહું તો, આં સારું ન કહેવાય, કયાં સુધી તું મને આમ ને આમ તરસાવસે,
વાદળ બનાવી, આં થાકેલા મારાં નૈનોને ક્યાં સુધી સતત આવી રીતે વરસાવસે
આં, તારા આવવાનો આભાસ ક્યારે બંધ થશે; મને આમ તરસાવવાનું તું ક્યારે કરશે બંધ?
સાંભળ્યું છે મેં, કે કોઈક પ્રેમીજન આમ રડી રડીને ક્યારેક થઈ જાય છે અંધ.
એહસાસ તારો, આં આભાસ તારો, જગાવે છે મુજ હૃદયમાં એક ખોટી ઉમ્મીદ, એક આશ
પછી, અશ્રુની નદી વહાવીને, ચાશમોના વાદળ વરસાવીને થઈ જાવું છું હું પાછી નિરાશ
આમ તો, આં આશ નિરાશના અનોખા ખેલમાં, આં રમતમાં, મારી તો સદા થતી રહેશે હાર
ન જાણે કેમ, બધું જાણતાં પણ, હું શીદ છેતરાઈ જાવું છું, અને તે પણ, વારંવાર.
Armin Dutia Motashaw