નથી વીસરી હું હજુયે કશું જ,
શબ્દોને શી જરૂર હવે વાચાની રહી.
મુજ હૃદયે સ્થાપિત મુખાકૃતિ જ,
આનંદ બની નીત વહેતી રહી.
ખુશીઓ 'તારી' સિવાય ના જોઈએ કશું જ,
ચહેરો એ સ્મિત ભર્યો નિહાળતી રહી.
ભાલે તેજ ચમકતું વસાવી નયનોમાં જ,
સાદાઈ બની નિજ મસ્તકમાં શોધી રહી.
દીવા સ્વપ્ન; બન્યું સ્વપ્ન રહ્યું રાતવાસો જ,
નિંદ્રામાં ક્ષણભરની રાહ તારી જોતી રહી.
સાગર શુ વિશાળ અસ્તિત્વ ને હું તુચ્છ જ,
પાણીનું એક બિંદુ બની ભળતી રહી.
બીજ રૂપી ચંદ્રમાં હું સદા જ,
પૂનમનો સંપૂર્ણ ચાંદ તુજને બનાવતી રહી.
રણ સમ સુકો પ્રદેશ બની જ,
લીલીછમ હરિયાળી આપ પલડામાં નાખતી રહી.
કદીયે પાછું ન વળનારની રાહમાં જ,
ત્યાં જ ઊભી ચરણ સ્પર્શ કરતી રહી.
મક્કમતાના ડુસકા ભરતા ન હારી જ,
પ્રભુ આશરે " શ્રધ્ધા" રૂપી પ્રિત પાંખડી ખીલતી રહી.
- श्रद्धा