Gujarati Quote in Microfiction by M. Soni

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શકુની! કૌરવોનો હિતેચ્છુ કે દુશ્મન?

બન્યું એવું કે ભીષ્મ એ શકુનીની બેન ગાંધારી માટે ધુતરાષ્ટ્રનું માંગું નાખ્યું. શકુનીને જયારે ખબર પડી કે ધુતરાષ્ટ્ર અંધ છે ત્યારે એ ખુબ જ ગુસ્સે થયેલો. સામે પક્ષે ગાંધારી માંગલિક હતી એટલે ધુતરાષ્ટ્ર સાથે લગ્ન પેહલા એના લગ્ન એક વૃક્ષ સાથે કરવામાં આવ્યા, જયારે આ વાત ધુતરાષ્ટ્ર ને ખબર પડી એટલે તેણે આખા ગાંધાર રાજવંશ ને જેલ માં પૂરી મારી નખાવ્યા. એક માત્ર શકુની બચી ગયો.
હવે શકુનીએ કૌરવો વિરુદ્ધ બદલો લેવા નો નિર્ણય કર્યો.
એને ખાલી ધુતરાષ્ટ્ર સાથે જ બદલો નહતો લેવાનો પણ ભીષ્મ ને પણ મારવાનું વચન લીધેલું, કેમકે આ બધા ની શરૂઆત ભીષ્મ એજ કરેલી. શકુની એટલો સારો યોદ્ધા નહતો કે એ બદલો લઇ શકે એટલે જયારે ગાંધારી લગ્ન કરીને હસ્તિનાપુર આવી ત્યારે શકુની પણ તેની સાથે આવ્યો. એણે કૌરવો અને પાંડવો વચ્ચે ફૂટ પડાવી અને ભાઈઓના હાથે ભાઈઓને મરાવ્યા.
આમ અતિ બુદ્ધિશાળી શકુની કૌરવોનો હિતેચ્છુ નહતો પણ દુશ્મન હતો.

Gujarati Microfiction by M. Soni : 111807914
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now