માણસને માણસની સાથે ફાવતું નથી,
માણસને માણસની સાથે ફાવતું નથી,
એવું પણ સાવ નથી કે ફાવતું નથી,
પણ જ્યાં પોતાનો સ્વાર્થ ન હોય ત્યાં જામતું નથી.
હું માણસ છું આજના માણસ માટે કહેવું યોગ્ય નથી.
પળે-પળે રંગ બદલતો માણસ આજે,
ક્યારે કેવું વર્તન કરશે તે નહીં કહી શકાય આજે,
કંઈ કેટલા ચહેરા બદલ તો સ્વાર્થ કાજે,
ગળાડૂબ સ્વાર્થી બે બદામમાં વેચાઈ જતો માણસ ,
માટે માણસને માણસની સાથે ફાવતું નથી આજે.
✍️...© drdhbhatt...
(22/05/2022, 11:54)