શબ્દની માયાજાળમાં આજનો માનવી ફસાઈ રહ્યો છે.
શબ્દની દુનિયામાં પ્રેમ એક ત્રાજવે તોલાઈ રહયો છે.
મીઠી વાણીના શબ્દો પર ક્ષમતાથી વધુ વિશ્વાસ મુકાઈ રહ્યો છે.
કડવું પણ સત્ય શબ્દો કહેનારા સંબંધોથી દુર થઈ રહ્યા છે.
શબ્દો પર અવિશ્વાસની મહોરથી ,માનવી આખો ખોવાઈ રહ્યો છે.
શબ્દ તારે છે.અને મારે પણ છે.છતાં એ શબ્દોમાં પ્રભુત્વ ખોવાઈ રહ્યું છે.
શબ્દમાંથી અર્થનો અનર્થ કરતો માણસ, પોતે આજે હારી રહ્યો છે .
-Bhanuben Prajapati