Gujarati Quote in Good Night by Bhumika Vyas

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🖋️ બ્રાહ્મણો ઉપર કવિતા.🖋️

*ભટ્ટ* ભરપૂર કરે વટ , ને લાડું કરે ચટૃ.
બ્રાહ્મણ જે ઘરમાં મોજ કરે , તેને *ભટ્ટ* કહેવાય.

*વ્યાસ* કરે ગ્રંથોમાં વાસ , ને લખાણ કરે ખાસ,
અજ્ઞાની ને જ્ઞાન દે છે, ધરતી પર કહેવાય *વ્યાસ* .

*ઠાકર* કરે રાજ બધે , ને જુઓ એમનો ઠાઠ,
દૂધ માં સાકર જેમ ભળી જાય, એમ ભળે એ *ઠાકર* કહેવાય.

વેદ પઢી આનંદ કરે, ને દિનદયાળ થાય,
દિન દુઃખિયા નો તો બેલી થાય ,એને ખરો *દવે* કહેવાય

ગોળ વિના મોળો કંસાર, ગોર વિના સૂનો સંસાર ,
કાર્ય માં ઔદિચ્ય આવે મોંર એને કહેવાય છે *ગોર*

*રાવલ* રચના એવી કરે, જે સૌનું પાલન થાય,
જે ગાંડા બાવળ દૂર કરે ,એ *રાવલ* કહેવાય.

બેસી ઓટલે કરે વાતો છાની ,પીવડાવે એ ચા ને પાણી
લાવે ખાનગી વાતો તાણી,કહેવાય એ ગામ ના *જાની*..

પાવન કરે *પંડ્યા*, ને સૌનું ઘડતર થાય,
જીવે બનીને પંડિત , ત્યારે *પંડ્યા* કહેવાય.

*ત્રિવેદી* ત્રણ વેદ કરે, ને તે તરતાં થાય,
સમજે હ્દયની વેદના , તે *ત્રિવેદી* કહેવાય.

*જોષી* કુંડળી ઠીક કરે, ને જે જ્યોતિષ થાય,
ગ્રહ પીડા દૂર કરે,તે સાચ્ચો *જોષી* કહેવાય.

*આચાર્ય* આચરણ કરે વિચાર કરે તેવો આભાસ થાય,
જે થોડામાં ઘણું કરે,તે *આચાર્ય* કહેવાય.

*ઉપાધ્યાયજી* અધ્યયન કરે, ને તે શિક્ષિત થાય,
જીવે નિખાલસ જીંદગી,તે *ઉપાધ્યાય* કહેવાય.

માન વધારી *મહેતા* રોજ કરે મોજ,
તોલે ના કોઈ તેના થાય,
શાંત સુશીલ સ્વભાવ હોય,જાણે એ *મહેતા* કહેવાય,

*શુકલ* ના ઘર હંમેશા ખુલ્લા, એ તો "શુક્લ તીર્થ "કહેવાય,..
ચા પાણી ને નાસ્તો, જમ્યા વિના કોઈ ના જાય,
😁 *શુક્લ* ના હૃદયે હસી બોલી , આપે આવકાર મીઠો ઝાંપો ખોલી. એ જ *શુક્લ* ની ઓળખ કહેવાય.

( આશા છે આ ઉપર ની કવિતા તમને સારી લાગી હશે. તમામ બ્રાહ્મણ મિત્રો ને મોકલો.)

Gujarati Good Night by Bhumika Vyas : 111805240
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now