છોડીને જગ તણી જંજાળ મારા રામને રીઝાવું.
માયાપંથ લાગતો વિકરાળ મારા રામને રીઝાવું.
હું અવનીવાસી તમે અબ્ધિવાસી આતમઆધાર,
પાણી પહેલાં બાંધવી પાળ મારા રામને રીઝાવું.
શબ્દો સઘળા સૂના થતા ચરિત્ર અગાધ શ્રીરામ,
અંતરથી પ્રાર્થે આજે બાળ મારા રામને રીઝાવું.
અપરાધી હું જન્મોજન્મનો માફ કરોને કિરતાર,
હોય હળાહળ ભલે કલિકાળ મારા રામને રીઝાવું.
અંતર મારું થયું નિર્મળ સાવ જાણે કે ગંગાનીર,
હૈયું બન્યું કેટકેટલું હેતાળ મારા રામને રીઝાવું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.