"ખાલી મન"
ખાલી મન સોબત બાંધી જાય છે.
વિચારો ની વચ્ચે,સુમેળ કાપી જાય છે,
સાધવા છે,અનેક લક્ષ્ય મારે,
પણ' ખાલી શરીર થાપ આપી જાય છે.
હોય પારખું, કે' પારકું કોઈ,
સમય ની સાથે બધા,પાઠ શીખવી જાય છે.
રહ્યા નથી હવે મેળ એક સાદ ના,
પુકારી પુકારી ને સાદ બેસી જાય છે.
ના આવ કે,ના આદર કોઈ નો નથી,
બસ કામ ને બહાને બોલાવી,પાછા વિસરી જાય છે.
સંગ રહ્યો નથી"સ્વયમભુ"હવે પેહલા જેવો,
આપ ખુદાઈ માટે લોકો,
ચાદર થી વધારે,પગ મોટા કરતા જાય છે.
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ